STORYMIRROR

Lok Geet

Classics

0  

Lok Geet

Classics

લાલ લાલ ચુંદડી

લાલ લાલ ચુંદડી

1 min
591


લાલ લાલ ચુંદડી રંગાવ મારી માડી,

સોનાનું કંકણુ ઘડાવ રે,

ઘેરદાર ઘાઘરો મંગાવ મારી માડી

સેંથે સિંદુર ભરાવ રે!

બારણીયે ઊભા મારા સસરાજી

હસી હસી દીકરી વહાવ રે!

જેમ જંગલનાં પંખી રે માડી

વ્હાણું વાતાં ઊડી જાય રે;

તેમ પરાઈ થઈ દીકરી

દેશ પરાયે જાય રે!

નનો વીરો મરો રોકે રે પાલખી

આંસુના ઝરણા વહાવી રે,

બાપુને ધીરજ ધરાવ મરા વીરા

જેણે મને કીધી પરાઈ રે!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics