કંઈક તો કહેવું છે
કંઈક તો કહેવું છે
કહેવા માટે કંઈ નથી,
પણ કંઈક તો કહેવું છે !
જીવનમાં આગળ ચાલવા,
જીવનને પાછળ જોવું છે,
બચપનની યાદોમાં,
પપ્પાને જોવું છે !
બસ મારે કંઈક કહેવું છે,
એજ સરળ, પ્રેમાળ સ્વભાવ,
મારો ફરી જોવો છે,
બસ મારે કંઈક કહેવું છે,
પપ્પા પાસેથી શીખીને,
જીવનમાં જીવવું છે,
સંતાનોનો પ્રેમ પામવા,
પ્રેમાળ બનવું છે,
મારો આદર્શ મારા પપ્પા,
બચપનને જોવું છે,
કહેવા માટે કંઈ નથી,
પણ કંઈક તો કહેવું છે !
