કળિયુગનો આરંભ
કળિયુગનો આરંભ
કળિયુગનો આરંભ છે, આ કળિયુગનો આરંભ છે,
સતયુગે આબાલ વૃદ્ધ ભેળા હતા, માણસોના ટોળા હતા,
સતયુગ ગયો, આ કળિયુગ છે, ચિત્કાર છે, ધિક્કાર છે,
ઉપકાર પર અપકાર છે, કાયરતાનો અવતાર છે,
અમીરોની જ્યાફતમાં જ્યાં, ગરીબોના અશ્રુ રેલાય છે,
સ્ત્રીઓ માથે ચડી બેઠી ને, હવે પુરુષો પીડાય છે,
અમીરોની મેડીએ જુઓ, ગરીબી નાહક જ દંડાય છે,
પૈસો જેની પાસે છે, તે જ આજનો સરમુખત્યાર છે,
કરોડોની ભીડમાંય માણસ, એકલો જ રુંધાય છે,
સંબંધોના બજારમાં, હવે લાગણીઓ વેચાય છે,
ઈમાન ધરમની તો આજે, સરેઆમ બોલીઓ બોલાય છે,
સગા બાપના હાથે જ, આ યુગે દીકરીઓ પીંખાય છે,
મિત્રો નામના સરનામા પણ, રોજબરોજ બદલાય છે,
કળિયુગનો આરંભ છે, આ કળિયુગનો આરંભ છે.
