STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

કલિયુગ સર્વ યુગોમાં ન્યારો

કલિયુગ સર્વ યુગોમાં ન્યારો

1 min
363


કલિયુગ સર્વ યુગોમાં ન્યારો

પંડિત છોને કહે ભયંકર,

સૌ યુગથી છે સારો;

બહારથી બેહાલ છતાંયે,

અંદર ખૂબ રૂપાળો ....કલિયુગ

સતયુગ ત્રેતા દ્વાપર કરતાં,

બિલકુલ નથી નઠારો;

સ્વલ્પ સાધને શાંતિ મુક્તિ દે,

કરતાં જ્ઞાન ઝગારો.... કલિયુગ

શરણ લઈ લો પરમાત્માનું,

તેમ દયાવ્રત પાળો;

સ્મરણ મનનમાં મગ્ન બનો તો,

આત્મ તરત ઉદ્ધારો.... કલિયુગ

કટુતા ને કંકાસ વ્યસનથી,

પ્રાણ સદાય ઉગારો;

તો તો તરતાં વાર ન લાગે,

વિષયો પર ના વારો.... કલિયુગ

નિર્મળ મનમાં પ્રેમ જગાવો,

આવે ભ્રમનો આરો;

થોડા શ્રમથી વધુ ફળ પામો,

પામો દિવ્ય કિનારો.... કલિયુગ

નથી થયો આવો યુગ કોઈ,

નિયમ બરાબર પાળો;

પવિત્ર પળપળના પુરૂષાર્થે,

જીવન પૂર્ણ ઉજાળો... કલિયુગ

- શ્રી યોગેશ્વરજી


Rate this content
Log in

Similar gujarati poem from Classics