STORYMIRROR

Kiran piyush shah "kajal"

Drama

3  

Kiran piyush shah "kajal"

Drama

કિંમત

કિંમત

1 min
431

દુનિયામાં બજાર ભરાયું,

દરેક વસ્તુ પર લાગ્યો કિંમતનો ટેગ,

માનવમન છતાં ભાવતાલ કરે,

તોલમોલ કરી,

ખાતરી કરી કિંમત ચૂકવી,

વસ્તુનો કબજો લે..


તને આ સંબંધ પણ

બજારી લાગ્યો? 

મૂલ્ય ચૂકવીને હકદાર બનવું છે. 

પણ 

દહેજ આપી નહીં ખરીદું ખુશી,

તને સર્વસ્વ સોંપી,

માલિક નહીં બનાવું..


સહચર્ય સમાનતાનું,

તું બહાર કામ કરી કમાણી કર

તો,

હું ઘર સંભાળી મકાનને ઘર બનાઉં,

એકમેકનો સંગાથ,

ઉખડબાખડ રાહો પર.


હાથમાં હાથ લઈ,

એકબીજાના ગમા અણગમા સાથે,

જીવનભર એકબીજાની,

પસંદની કદર કરતાં,

અમૂલ્ય જીવનની કિમંત કરીએ.


સાચું ને પ્રિય...?


Rate this content
Log in

Similar gujarati poem from Drama