કઈ રીતે ?
કઈ રીતે ?


આ જોખમો મને પ્રભુમય બનાવે છે,
દેનારને હું દોષિત ગણું તો કઈ રીતે ?
આ સંઘર્ષો મને નવ શક્તિ આપે છે,
ઠોકરોને હું અવગણું તો કઈ રીતે ?
આ લાગણી મને ભીંજાયેલો રાખે છે,
જિંદગીને શુષ્ક ગણાવી તો કઈ રીતે ?
આ વિરહ તો પ્રેમને ગાઢ બનાવે છે,
અફસોસ જુદાઈનો કરું તો કઈ રીતે ?
કંટકોજ ફૂલથી મિલન કરાવે છે,
તીક્ષ્ણતા હૃદયને ચીરી તો કઈ રીતે ?
આ ખાલીપો મને ખુદથી મિલાવે છે
એકલતા મને ડંખે તો કઈ રીતે ?