ખુશીઓની વાત
ખુશીઓની વાત
આવી તહેવારની તૈયારી લાવી ખુશીઓની વાતો
આવી ઉત્સવોની ઉજાણી લાવી મનોરંજનની વાતો,
ઓનમ જોવા જઈએ કેરલની શેરી કરીએ મનોરંજનની વાતો
પોગલ જોવા જઈએ તમિલનાડુની ગલી કરીએ ગૌરવની વાતો,
લોહડી જોવા જઈએ પંજાબની પગદંડી કરીએ પ્રેમની વાતો
દુર્ગાપૂજા જોવા જઈએ પશ્ચિમ બંગાળ કરીએ કૃપાની વાતો,
લઠમાર હોળી જોવા જઈએ ઉત્તરપ્રદેશ કરીએ લાગણીની વાતો
નવરાત્રી ગરબા જોવા જઈએ ગુજરાત કરીએ ગુંજનની વાતો.
