Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VARSHA PRAJAPATI

Inspirational

4.7  

VARSHA PRAJAPATI

Inspirational

ખુમારી

ખુમારી

1 min
219


તાત થઈને નાથ આગળ માંગનારા કેટલા ?

મોતને આગળ કરીને હારનારા કેટલા ?


માંગવા કરતાં વધારે મોત વ્હાલું છે મને,

આગવી આવી ખુમારી રાખનારા કેટલા ?


ભાગ્યનું ભાણું અને હો કર્મ કેરો રોટલો,

ખુદ પસીનો ચોપડીને ચાખનારા કેટલા ?


જો અયાચક એ સુદામો આંગણે આવે કદી,

કૃષ્ણ થઈને આંગળીને ઝાલનારા કેટલા ?


ને સખાને ભેટવા ત્યાં કૃષ્ણ આવે દ્વાર પર,

તો સુદામો થઈ પ્રભુને પામનારા કેટલા ?


હસ્તરેખાઓ તમારી હાથતાળી આપશે,

ભાગ્યને આધીન રહીને બેસનારા કેટલા ?


આપશે ટુકડો એને ત્યાં છે હરિ પણ ઢૂકડો,

છે અનોખી આ પ્રથા પણ, માનનારા કેટલા ?


છો તમે શિલ્પી પછી રાખો હથોડી હાથમાં,

ખુદ ઘસીને જાતને ચમકાવનારા કેટલા ?


આંખ ઈશ્વરની વહાવે કર્મની 'હેલી' સદા,

પણ અહમ છત્રી ત્યજીને ઝીલનારા કેટલા ?


Rate this content
Log in