STORYMIRROR

Mahebub Sonaliya

Inspirational Others

4  

Mahebub Sonaliya

Inspirational Others

ખુદા આ કેટલો ઉપકાર

ખુદા આ કેટલો ઉપકાર

1 min
23K


ખુદા આ કેટલો મારા ઉપર ઉપકાર રાખે છે,

મુસીબતમાં ફસાવી એ જ પાછો બહાર રાખે છે.


કદી આંખોમાં આંસૂ છે કદી છે સ્મીત હોઠો પર,

હ્રદયના ભાવ ક્યાં ચોક્કસ કશો આકાર રાખે છે.


તને ખુદ પર નથી વિશ્વાસ તે મોટી સમસ્યા છે,

અવર પર એટલે હે મિત્ર ! તુ આધાર રાખે છે.


તને માણસ ઉપર આવ્યો ભરોસો આજ લગ છે ક્યાં ?

તુ શ્રધ્ધા આમ તો પથ્થર ઉપર હદબાર રાખે છે.


ઘણું વૈવિધ્ય છે મહેબુબ આ દુનીયાની બાબતમાં,

મહોબ્બતની કરે છે વાત જે હથીયાર રાખે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational