ખરી હતી
ખરી હતી
કૈંક માનતાઓ કરી હતી.
જાત ચરણમાં ધરી હતી.
પામ્યા ત્યારે પુત્ર પનોતો,
લાગણી સાવ ખરી હતી.
આશામાં દિવસો ગયાને,
સામા પૂરે નાવ તરી હતી.
આજ બદલાયા સંજોગો,
ભૂલ્યા જે ભ્રમણ ધરી હતી.
વૃદ્ધાશ્રમની વાટ ચીંધી દીધી,
જેને કાજ પાળી ચરી હતી.
રે રે શું આવ્યો જમાનો ધિક્ ,
પત્નીની વાત બધી ખરી હતી.
ફરજની તો વાત મૂકી દ્યોને,
માનવતા પરવારી મરી હતી.
