ખોટા સિક્કા
ખોટા સિક્કા
ખોટા સિક્કા બની કદીએ પણ ના ખખડવું,
રેઢિયાળ ઢોરની જેમ જ્યાં ત્યાં ન ભટકવું,
કામ - કાજ વિના બજારમાં કદી ના રખડવું,
કોઈનું સુખ જોઈને મનમાં ને મનમાં ન સળગવું,
કોઈને ન ગમે તેવી વાણી બોલીને ના વરતવું,
દયાહીન અને મન મેલા લોકોનું અન્ન ન આરોગવું,
ઊડતો કજીયો માથે લઈ કોઈ સાથે ના ઝઘડવું,
મોજ શોખ ખાતર ક્યારેય કર્જમાં ન ઉતરવું,
હથેળીનો ગોળ મૂકી કદીએ કોણીએ ન વળગવું,
બાળક હોય કે હોય મોટા સૌનું સ્વમાન જાળવવું,
શબ્દો વિચારી ને પાણી જરૂરત મુજબ વાપરવું,
પીઝા, બર્ગર, ચાઇનીઝ, પંજાબી, ન ગળચવું,
સમજનો અભાવ હોય લાખનું વેણ ના ઉચ્ચારવું,
થાળીમાં આવેલ ભોજન ખાઈને કદી ન નકારવું,
જે ઘર દયાશૂન્ય, માનવભાવ ન મળે તે બદલવું,
મળ્યો મનુષ્યદેહ આપણે જીવન સારું વિતાવવું,
