ખોલું હૃદય મારુ હવે
ખોલું હૃદય મારુ હવે
કૂંચી હૃદયની આપ તો ખોલું હૃદય મારુ હવે,
ને લાગણીઓ માપ તો ખોલું હૃદય મારુ હવે,
સામે જગત આવે પછી દિલ લૂંટવા મારા કને,
તું ચોતરફથી કાપ તો ખોલું હૃદય મારુ હવે,
મુખ પર ધરી લે નામ મારુ તું દિવસ 'ને રાત જો,
માળા લઈને જાપ તો ખોલું હૃદય મારુ હવે,
તારા હૃદયમાં પણ છવાશે ખ્યાલ મારા હરતરફ,
જો તું ગઝલમાં છાપ તો ખોલું હૃદય મારુ હવે,
જો ભર શિયાળે હૂંફ માટે આ નજરની આગથી,
આંખો વડે જો તાપ તો ખોલું હૃદય મારુ હવે.
