STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

કહેજે જરા

કહેજે જરા

1 min
240

હે ઈશ્વર ! હર કણકણમાં તારો વાસ

હર દિલમાં તું ધડકન બની કરે નિવાસ,

આ મને થતો આભાસ છે કે હકીકત કહેજે જરા...!

બનાવ્યા તે માનવી સૌ સરખા

છતાં માનવ મગજ તો સૌના નોખાં

આ મને થતો આભાસ છે કે હકીકત કહેજે જરા...!

કહે છે સૌ ભૌતિક સુખથી મળે સર્વ ખુશી

પણ લાખોની આવકવાળા ઘરમાં પણ નાખુશી

આ મને થતો આભાસ છે કે હકીકત કહેજે જરા...!

મા બાપની સેવા થકી મળે ઈશ્વર સંગાથ

છતાં મા-બાપને વૃદ્ધાશ્રમ મૂકી શોધે મંદિર ઈશ

આ મને થતો આભાસ છે કે હકીકત કહેજે જરા...!

હર દિલમાં છે ઈશ્વર તારો જ અંશ

એજ દિલને નીચે પાડવા થતાં રોજ પ્રપંચ

આ મને થતો આભાસ છે કે હકીકત કહેજે જરા...!

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational