STORYMIRROR

Kaushik Dave

Action Inspirational

3  

Kaushik Dave

Action Inspirational

ખાસ સંદેશો

ખાસ સંદેશો

1 min
252

આવેલા સ્વપ્નને સાકાર કરવા,

કમર કસી ને બેઠો છું,

મનને મનાવવા માટે, એ કાર્ય કરી રહ્યો છું,


સ્વપ્નમાં આવેલા સંદેશા નો,

અર્થ હું સમજી રહ્યો છું,

કેમ આવ્યો એ સંદેશો?

એ પુરાણોમાં શોધી રહ્યો છું,


પ્રેમ, પરાક્રમ,અને પરિવર્તન,

નવી વાતો વાંચી રહ્યો છું,

આસ્થા અને શ્રદ્ધાના શરણે,

જીવન દેખી રહ્યો છું,


પુરાણની એ વાતો ને,સામાજિક જીવનમાં લખી રહ્યો છું,

અસામાન્ય વાતો ને,સામાન્ય અને સહજ લખી રહ્યો છું,


સામાજિક સંદેશા સાથે,

પ્રેમ અને કૌટુંબિક ભાવના લખી રહ્યો છું,

ગમે જો તમને મારી રચના,

લાઈક હું માંગી રહ્યો છું,


હર હર મહાદેવ સાથે,

શ્રી કૃષ્ણને ભજી રહ્યો છું,


Rate this content
Log in

Similar gujarati poem from Action