ખાલીપો
ખાલીપો
આંગણે બગીચામાં
ખીલ્યાં ગુલાબ,
સાથે મોગરોને ચંપો મહેકે,
રાતરાણી સંગ મધુમાલતી ઝુલે.
આસોપાલવની હાર વચ્ચે
લીમડાની મીઠી છાંય..
ખૂણામાં શોભતો હિંચકો..
સમય સરતો જાય છે ..
ને !
સમયના અભાવે..
વ્યસ્તતાની ઓથમાં
ભૂલાઈ ગયો.
હિંચકો
ગુલાબ
રાતરાણીની મહેક
ચાય સંગ ચાહત..
એકમેકનો સંગાથ
પ્રેમ હવેતો
મોબાઈલના મેસેજમાં રહ્યો.
મીસ યું
લવ યું
શબ્દો જ હવે..
આંખોમાં આજ પણ
ખાલીપા વચ્ચે
સ્પંદનો ડોકાય..
આવને
હાથ પકડી લટાર મારીએ
હિંચકે ઝુલતા યાદોને ઠેસ મારીએ..
હૈયે દબાવી કસક ..
હોઠ પર સ્મિત
આંખોમાં...
બસ ઈંતઝાર
પેલા આસોપાલવની નીચે .....