Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Inspirational

4  

Pravin Mehta

Inspirational

કેવું સારું

કેવું સારું

1 min
19


રડતા લોકોને હસાવાય તો કેવું સારું,

મા - બાપને હરખાવાય તો કેવું સારું.


પારકા પોતીકા બનાવાય તો કેવું સારું,

પુરુષોત્તમાય ને આરાધાય તો કેવું સારું.


સંબંધ સદાયને નિભાવાય તો કેવું સારું,

જીવન ખુશનુમા વિતાવાય તો કેવું સારું.


કોઈપણને કદી ન, દુભાવાય તો કેવું સારું,

વડીલો ને મસ્તક નમાવાય તો કેવું સારું.


સત્યસનાતન ને જળવાય તો કેવું સારું,

ધરમની ધજા લહેરાયવાય તો કેવું સારું.


કોઈને સુમારગે ચઢાવાય તો કેવું સારું,

સારા મુખે સૌને બોલાવાય તો કેવું સારું.


કોઈને ખોટા ના, ઘસાવાય તો કેવું સારું,

ખોટો રૂઆબ ના ચલાવાય તો કેવું સારું.


માનવતાને સારી મહેંકાવાય તો કેવું સારું,

કોઈ પર આરોપ ન, લગાવાય તો કેવું સારું.


આબરૂ ને લાંછન ના, લગાવાય તો કેવું સારું,

પુણ્ય કાર્ય માટે હાથ ફેલાવાય તો કેવું સારું.


દેશમાં સુલેહ શાંતિ જળવાય તો કેવું સારું,

ભારતને વિશ્વગુરૂ બનાવાય તો કેવું સારું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational