કેવી આ પ્રીત
કેવી આ પ્રીત
કેવી આ રીત છે જ્યાં નથી પ્રીત રે,
કેવી આ પ્રીત રે, જ્યાં નથી જીત રે,
કેવી આ જીત રે, જ્યાં નથી મનમિત રે,
કેવી આ મનમિત રે, જ્યાં નથી સ્મિત રે,
કેવી આ સ્મિત તે જ્યાં નથી સંગીત રે,
કેવું આ સંગીત રે, જે નથી રંગીન રે,
કેવું આ રંગીન દ્રશ્ય રે, જ્યાં નથી હિત રે,
કેવું આ હિત રે, જ્યાં નથી રીત રે.
