STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Children

3  

Dharmik Parmar 'Dharmad'

Children

કેરી

કેરી

1 min
13.8K


કેરીનાં દીકરાને ફુટ્યાં બે દાંત!

એમાં આખ્ખાએ ગામમાં કરતી પંચાત....

કેરીનાં દીકરાને ફુટ્યાં બે દાંત!


દાડમનો દીકરો તો હજી'ય બહું નાનો!

પેરુંનો બાબુડો બેસે ના છાનોમાનો...

કેળાંની દીકરી બોલે એ..બી..સી..ડી!

સટ્રોબેરીનાં માથાં પર ચડી ગઈ કીડી...

નારંગીને ઉગી ગઈ પુંછડીઓ સાત!

કેરીનાં દીકરાને ફુટ્યાં બે દાંત!


લ્યો, તરબુચે પહેરી લીધી મજાની ટોપી ...

ફૉટાઓ પાડી નારંગી આપે 'ફૉટો કૉપી'!

સફરજનના ગાલ ઉપર કર્યો છે મૅકઅપ!

કેળું તો ખાઈ ગ્યો વાંદરો લપ્ લપ્...

ત્યાં ધડાક્ કરીને જાંબુને વાગી ગઈ લાત!

કેરીનાં દીકરાને ફુટ્યાં બે દાંત!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children