કેમ તારી યાદ આવી જાય છે
કેમ તારી યાદ આવી જાય છે


આ વરસાદ પડતા કેમ તારી યાદ આવી જાય છે
મારા શરીર પર પડતા આ વરસાદ ના ટીપા છેક મન સુધી વાગી જાય છે
વરસાદી વાતાવરણનો ભેજ આપણું મિલન યાદ કરાવી જાય છે
લહેરાતો આ પવન તારા બોલેલા શબ્દો યાદ અપાવી જાય છે
વરસાદમાં પલળતું મારૂ તન તારા એ સ્પર્શની અનુભૂતિ કરાવી જાય છે
વાતાવરણની આ ખુશ્બુ તારા તનની મહેક યાદ કરાવી જાય છે
વરસાદમાં થતાં આ વીજળીના ચમકારા તારી આંખોની રચના યાદ અપાવી જાય છે
જેમ વરસાદ નો ધોધ પડે છે તેમ અહીં યાદો નો ધોધ વરસી જાય છે
ના જાણે આ વરસાદ પડતાં કેમ તારી યાદ આવી જાય છે.