કેકારવ
કેકારવ
ઉનાળાની બપોરે કેકારવ કોયલનો મીઠો કેવો લાગે છે,
જાણે નમતી સાંજે મોહન દીઠો એવો લાગે છે.
એ ટહુકાર કોયલનો અને મંદ શીતલ પવન,
જાણે તારી જૂદાઈમાં યાદ જેવો લાગે છે,
નમતી બપોરે ખાઈ કેરી કરે કોયલ ટહુકાર,
એ "શાદ" એને પણ ઉનાળાનો આનંદ લેવો લાગે છે.