STORYMIRROR

kusum kundaria

Inspirational

3  

kusum kundaria

Inspirational

કાયમ રાખું છું

કાયમ રાખું છું

1 min
27.4K


અમસ્તાજ નહિ હોય પ્રકાશ ભીતરમાં,

જાત જલાવીને રોશની કાયમ રાખું છું.


દઇ દઉં છું બધી વસંત ઉપહારમાં ને,

પાનખરમાંયે લીલાશ જીગરમાં રાખું છું.


દોસ્તો ન કરશો ફરિયાદ લેણ‌‌-દેણની,

સબંધોમાં સ્નેહનો હિસાબ સરભર રાખુ છું.


આશા ભલેને પલટાતી રહે નિરાશામાં,

થઇ પતંગિયું સપનાની ઉડાન રાખું છું.


પથ પર આવી જાય ગમે તેવી અડચણો,

મંજીલ સુધી પહોંચવાની હામ રાખું છું,


‘મોત’ તું પણ નહિ હરાવી શકે કદી,

અવસર રૂપે આવકારવાની તૈયારી રાખું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational