STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

3  

Kiran piyush shah "kajal"

Abstract

કાંચળી

કાંચળી

1 min
151

સમારંભમાં સૌ સાથે હસતી 

અંદર ઊઠતી પીડાની ટીસ દબાવતા

આસપાસ નજર કરી

સામે મિત્રોથી ઘેરાયેલ

સતત હસતો હસાવતો

આજની સ્પર્ધાની વિજેતા જોડીનો કલાકાર

મેડ ફોર ઈચ અધર,


હોઠ સહેજ વંકાયા...

માય ફૂટ...

હાથમાંની ટ્રોફી વધારે મજબુતીથી પકડી..

એની નજર સામે દીવાલ પર

ફ્રેમમાં મઢેલ સાપની કાંચળી 

સાપની ખાલ બદલાય દુનિયા જુએ

પણ આ માનવીની જાત

પળે પળે કાંચળી બદલે..


અચાનક....

પાછળ કોઈએ હાથ મૂક્યો

ના ચાહવા છતાં એક ચિત્કાર

બધાંની નજર એની તરફ

એની લાલ આંખોમાં

ગુસ્સો દેખાયો,

પણ લાચાર

અને

હાસ્યનાં આવરણ નીચે

સંતાડેલ સત્ય 

આવરણ તોડી બહાર ધસમસ્યું 

ચહેરા પરનો સુખી દંપતીનો નકાબ 

લીરેલીરા


આઝાદીના ભાવ સાથે

એક હાશકારો.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Abstract