Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કાલની ફિકર મારે કરવી નથી

કાલની ફિકર મારે કરવી નથી

1 min
317


આગળ શું થશે એની ફિકર મારે કરવી નથી,

જીવી લેવી હરેક ક્ષણ મોજથી, કાલની ફિકર મારે કરવી નથી.


આજે છે વસંત તો એની મજા માણી લઉં,

આવે પાનખર તો ભલે આવે એની ફિકર મારે કરવી નથી.


આજે છે આનંદ ઉલ્લાસનો તહેવાર તો આજે જલસા કરી લઉં,

ભલે ને દુઃખ મારી સાથે પથારીમાં સુતું એની ફિકર મારે કરવી નથી.


આજે મળ્યા પોતાના,મળી સુખદ ક્ષણો એની મજા માણી લઉં,

કાલે કોઈ છોડીને ભલે જતું રહે, એની ફિકર મારે કરવી નથી.


આજનું કામ આજેજ કરી લઉં,હરેક ક્ષણને યાદગાર બનાવી લઉં,

કાલે ભલે ને મોત આવી જાય એની ફિકર મારે કરવી નથી.


આજે મળ્યું છે પૂરતું ભોજન એની મજા માણી લઉં,

કાલે ભલે ને કરવો પડે ઉપવાસ, એની ફિકર મારે કરવી નથી.


આજે મળ્યા છે મિત્રો મોંઘામુલના, એની સાથે સમય વ્યતીત કરી લઉં,

કાલે ભલે ને બની જાય એ દુશ્મન એની ફિકર મારે કરવી નથી.


આજે મળ્યો છે હર્યો ભર્યો ચમન તો એની મહેક માણી લઉં,

કાલે ભલે ને મળે કોઈ તપતું રણ એની ફિકર મારે કરવી નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational