STORYMIRROR

Jashubhai Patel

Classics

3  

Jashubhai Patel

Classics

કાળો કાળો તું કનૈયા

કાળો કાળો તું કનૈયા

2 mins
14.7K


કાળો કાળો તું કનૈયા, કાળી તારી કામળી,

વાંકડિયા વાળ સંગ, છે લટો તારી શામળી!

નંદ ને જશોદા નથી કાળા તારી જેમ,

તો પછી બોલ કાના, તું છે કાળો કેમ?

આવ્યો છું હું તો અડધી અડધી રાતમાં,

કાળી કાળી કોટડીને કાળી મથુરાની વાટમાં,

ચારેકોર અંધકાર રેલાયો તો ઠેર ઠેર,

સમજીને રાધા તું, થયો હું કાળો કેમ,

કાળા કાળા વાદળો રમતાતા બધા આભમાં,

કાળા શેષનાગ આવ્યા'તાં છત્રી બની સાથમાં,

યમુનાના કાળા જળે કીધો' તો કાળો કેર,

સમજીને રાધા તું, થયો હું કાળો કેમ,

દુનિયાની કાળાશો સમાવી લીધી મારી જાતમાં,

ને કાળો કાળીનાગ નાથ્યો યમુનાના ઘાટમાં,

ઝેર કાળુ કાળુ ઓક્યું ' તું એણે ચોમેર,

સમજીને રાધા તું, થયો હું કાળો કેમ,

ચોરી લીધું તેં ફુલસમુ આ હૈયું મારૂં,

હોય ન જાણે જગમાં બધુંય તારૂં,

કાજળઘેરી આંખડીઓમાં તેં છૂપાવ્યો જેમ,

સમજીને રાધા હવે, થયો હું કાળો કેમ,

પણ તું છે કાળો કાળો, અને હું છું ગોરી ગોરી!!!

બોલ કાના બોલ પછી કેમ જામશે આપણી જોડી?

ગોરી ગોરી રાધા તને છે શેનું અભિમાન?

કાળી મારી કાયાથી વધેલી છે તારી શાન!

રાધા તારા રુદિયામાં લીધું છે મેં તો સ્થાન!

તેથી તો તને મારી જેમ જ મળે છે માન!

લાગે ભલે તું સીધાસાદા, પર હૈ જૂઠા તેરા વાદા,

પ્યાર ચાહિયે મુઝે જ્યાદા, નહી ચલેગા ઐસા આધા,

સોચલે જરા ઓ માધા, મૈં હૂ તેરી પ્યારી પ્યારી રાધા!

રાધા વિના શ્યામ નહિ, શ્યામ વિના નહિ રાધા,

એકબીજા વિના છીએ "જશ" આપણે આધા આધા.


Rate this content
Log in

Similar gujarati poem from Classics