STORYMIRROR

Bipin Agravat

Inspirational Others

4  

Bipin Agravat

Inspirational Others

કાગળ પર બોલે કોઈ...

કાગળ પર બોલે કોઈ...

1 min
27.1K


શબ્દો પાછળનું દર્દ ન ખોળે કોઈ,

મૌન બનીને કાગળ પર બોલે કોઈ.


રાત પડે ને આંખેથી અમૃત વરસે,

શાંત હૃદય, સાગર જેમ વલોવે કોઈ.


ન કહેવાય અહીં અંગત વાત બધાંને,

નક્કી નહિ, ક્યારે પાનાં ખોલે કોઈ.


કોઈ સૂએ છે સપનાં જોવા કાજે,

ને સપનાં પૂરાં કરવા દોડે કોઈ.


પથ્થર જેવો પથ્થર પણ બોલી ઊઠે,

બસ, શ્રદ્ધા-ભાવ ધરી કર જોડે કોઈ.


માને છે સૌ ગંગાને માત સમાન જ,

પણ, નિજ પુણ્ય કહો એમાં છોડે કોઈ ?


'વીર' રહ્યા ક્યાં છે સત્વગુણી સંત હવે,

કામ-કપટનાં નામ મળે રોજે કોઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational