STORYMIRROR

Mrudul Shukla

Inspirational

3  

Mrudul Shukla

Inspirational

જય જગન્નાથ

જય જગન્નાથ

1 min
227

નીકળ્યો છે જગતનો નાથ આજે,               

મળવા ભક્તોને દ્વાર આજે,               

સુભદ્રા અને બલરામ છે સાથે,          

અવાક થઈ ખાલી સડકો જોઈ રહ્યા આજે,    


ભીડ વગરની શાંત સવારી નીકળી આજે,      

વર્ષ વિત્યુ, દર્શન દેવા પ્રભુ નીકળ્યા આજે, 


જોયા નથી છતા કદાચ અનુભવ્યા છે,      

દંત કથાઓમાં નામ એમના સાંભળ્યા છે,    

ગીતામાં જ્ઞાન રૂપી સાંભળ્યા છે,               

મહાભારત રામાયણમાં લેખાયા છે,          


લાઠીમાં એમની અવાજ નથી હોતો,           

કેટલાય માનવ ને તાર્યા છે તો,              

ભલભલાને એણે પછાડયાં છે,           


કેટલાક માંગે તારો હોવાનો પુરાવો,         

જોઈ લોકોના હાલ, પ્રભુનું મૃદૂલ મન  

લાગણીનાં વરસાદે ભીંજાયુ,                 

મહામારીનું સંકટ ટાળી,                 

આપશે હવે એના હોવાનો પુરાવો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational