જવાબદારીના પોટલા
જવાબદારીના પોટલા
પંદર વર્ષ પહેલાનો દિવસ. ધામધુમથી વડીલોની હાજરીમાં
ભુદેવોના મંત્રોચાર અને શરણાઈઓના
સૂરોની સંગાથે સપ્તપદીના ફેરા ફર્યા.
શરુઆતના
પાંચ વર્ષ જાણે હવામાં ઉડયા. સુખની સાબિતીરુપ
બે પુષ્પો જીવનબાગમાં મહેંકવા લાગ્યા. પ્રેમાળ
સાસુ સસરાની હૂંફ પણ હતી જ. એક દિવસ પતિ
પરમેશ્વરે પરદેશ જવાની વાત કરી.
ચોકકસ જ
બધી તૈયારી કર્યા પછી જ વળી. ઇચ્છા જાણવાનો કે
હા ના કરવાનો કયાં અવસર હતો. એ દિવસ આવી
ગયો.
બધી જવાબદારીનું પોટલું સોંપી ખુશીમાં
મહાલતા પરમેશ્વર સ્વર્ગમાં પહોંચ્યા. શરુઆતના
બે ત્રણ વરસ ફોન આવ્યા પૈસા પણ આવ્યા.
હવે જવાબદારીના પોટલા સંગાથે પરમેશ્વરના ઈંતજારમાં
ઝાંઝવાના નીર અને મને બતાવેલ સ્વપ્નમાં મારી
જાતને શોધી રહી છું.