વૈભવ
વૈભવ
દરેક અવસ્થાનો પોતાનો વૈભવ હોયછે,
બી રોપીએ ત્યાંથી એ ઘાટદાર વૃક્ષ બને,
ત્યાં સુધીની દરેક અવસ્થા મનને આનંદ આપનારી
અને કંઈક સંદેશ આપી જાય છે,
પાનખર ઋતુમાં વૃક્ષના બધાપાન ખરી જાય છે,
પરંતુ વૃક્ષ લીલું હોય છે,
વસંતઋતુ આવતા જ વૃક્ષ નવ પલ્લવિત થઈ જાય છે,
પાનખરમાં વૃક્ષ નિરાશ નથી થતું,
એને ખબર જ છે કે પાછળવસંત આવી રહી છે,
વસંતનો વૈભવ મેળવવા પાનખરનુંદુ:ખ સહેવું પડે,
જીવનમાં સુખ દુ:ખની લીલી સૂકી ચાલ્યા કરે,
તો નિરાશ થવાનો બદલે હિમ્મતથી,
પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ.