પથ્થરની મૂર્તિ
પથ્થરની મૂર્તિ
અઢાર વર્ષની ગંગામૈયા જેવી,
નિર્મળ કન્યા નદીની જેમજ
પિયરનો વૈભવ છોડીને,
સપનાઓના સંગાથે
સંસાર સાગર ભણી વહી નીકળી,
વહી નીકળી, વહી નીકળી.
સાસુ, નણંદ, ભાણેજ અને કરમઠ પતિના
અનાવિલપણાને વેઠતી
પ્રેમ, ભાવના, લાગણીથી,
ફરજ બજાવતી રહી,
બજાવતી રહી, બજાવતી રહી.
ખારા સમુદ્રના પેટાળમાં પહોંચી
પાણીદાર મોતી જેવા દીકરા
અને ત્રણ દીકરીઓ પર
હંમેશ વહાલવરસાવતી રહી,
, 34, 34);">વરસાવતી રહી, વરસાવતી રહી.
ઘરકામ, વાડીકામ, બાળઉછેરમાં,
ડૂબેલી મારી “મા” ઝઝૂમતી,ઝૂરતી,
વહુના એક મીઠા હાસ્ય માટે તડપતી રહી,
તડપતી રહી, તડપતી રહી
સમુદ્રના મોજાની થપાટો,
ઝીલતી ઝીલતી ખડકો સાથે રહીને
એક દિવસ અચાનકજ પથ્થર બની ગઈ,
પથ્થર બની ગઈ,પથ્થર ગઈ.
ધીરે ધીરે શ્વસતી એ પથ્થરની મૂર્તિ
પુરુષોત્તમ માસના,
એક ગુરુવારની રાત્રીએ,
સપનાઓને ફંફોસતી,
ફંફોસતી સ્વગૃહે જવા ચાલી નીકળી,
ચાલી નીકળી,ચાલી નીકળી.