STORYMIRROR

Pratik Dangodara

Inspirational Others

3  

Pratik Dangodara

Inspirational Others

જો મને સમજો તો

જો મને સમજો તો

1 min
35

મને સાંભળવા તો બધાય આતુર હોય છે, પણ મને સમજે કે નહીં તે મને શી ખબર

જો સમજો તો સારો સલાહકાર છું, નહિ તો પોતપોતાને મનગમતું એક ગીત જ છું.


કોઈ કહે તો ઊભો રહી જાઉ છું, કોઈ કહે તો ચાલવા માંડુ, આ જ મારી સેવા છે

જો સમજો તો સેવાભાવી માણસ છું, નહિ તો સરકારે નિશ્ચિત કરેલી લોકલ બસ છું.


જ્યાં સુધી ઊભો રહું ત્યાં સુધી કોઈ પગ પણ ન મૂકે, બીક મારી આટલી છે ગામમાં

જો સમજો તો જીગરનો શહેનશાહ છું, નહિ તો ખેતરમાં ઊભો એક ચાડીયો છું.


આખો દહાડો સતત ફર્યા કરું છું, ઘણાને રાહ દેખાડું છું, તોપણ ઘણા ઓછી કિંમત કરે 

જો સમજો તો સમયને બતાવનાર છું, નહિ તો દીવાલ પર લટકતી એક ઘડિયાળ છું.


શબ્દો દર વખત મારી પાસે અમૂલ્ય અને ઘણા સારા હોય છે, પણ તેને સમજે કોણ

જો સમજો તો એક સારો કવિ છું, નહિ તો મંદિરમાં મૂકેલી એક ભગવદ્ ગીતા છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational