STORYMIRROR

Devendra Raval

Inspirational

4  

Devendra Raval

Inspirational

જંગ

જંગ

1 min
370

જીંદગીમાં રોજ નવા જંગ હોય છે,

જેટલાં જંગ એટલા જ રંગ હોય છે.


જેટલાં મસ્તક એટલી મતિ હોય છે,

જોઈ વિચારોની વિવિધતા, લોકો દંગ હોય છે.


આખરે તો બધી નદીઓ સાગરમાં ભળે છે,

એટલે શું સાગરમા તરંગ હોય છે ?


રોજ સવાર એક નવું જીવન લઈ આવે છે,

એટલે તો તાજગી ને દિલમાં ઉમંગ હોય છે.


જીવન ક્યારેય ટુકડાઓમાં નથીં જીવાતું,

જીવન તો બધાનું પ્રકૃતિમા સળંગ હોય છે.


બધા ઝેર પીનારા શંકર નથીં હોતા કદી,

એમ તો મદારીના ગળામાં પણ ભૂજંગ હોય છે.


પ્રેમને વાસના વચ્ચે પાતળી ભેદરેખા છે,

ના બધા રતિ હોય છે, ના તો અનંગ હોય છે.


શોધશો તો બધે જયચંદ મલી આવશે,

મજબૂત કિલ્લા નીચે પણ એક સુરંગ હોય છે.


પ્રેમની રાહ પર ચોક્કસ ખ઼ુદા મલી જાશે,

દીવાનાઓનો જેને કાયમી સંગ હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational