STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Classics

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Classics

જજબાતોની જ્યોતિ...

જજબાતોની જ્યોતિ...

1 min
713


શ્યામ!

તારા બે શબ્દો વચ્ચે મને મૌન બનીને રહેવા દે,

હોઠોથી જે ન બોલાય એ વાત મૌનને કહેવા દે,


હવે તો દીલનું દર્દ જ દવા બન્યું મારી બીમારીની,

એને તારા જ પ્રેમની નિશાની ગણીને મને સહેવા દે,


એક નદી ઉછળે સતત મારી ભીતર તારી યાદોની,

તારા સ્નેહના સમંદર તરફ અવિરત એને વહેવા દે,


હવે તો બધી જ માંગણીઓ પણ સમેટી લીધી અમે,

તારી ગલીમાં હવે આ પ્રેમ ભિખારણને ટહેલવા દે,


હવે શુ કરું આ જમાનાની ભીડને હું તારા વગર,

મને એકલીને મારા અલગારી એકાંતને પહેરવા દે,


તારા "પરમ" સંભારણા ઝખ્મો બની ખીલ્યા છે,

હવે "પાગલ" જજબાતોની જ્યોતિને ઝલહળવા દે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics