જિંદગી ગુલઝાર છે
જિંદગી ગુલઝાર છે
મંદિર મસ્જિદમાં ના શોધ તું એને,
ભીતર જા શોધ, ઈશ્વર તારી અંદર છે,
ગાડી બંગલા મોટર ભલે નથી તારે પાસ,
હૈયે છે આસ્થા, તો તું સૌથી તવંગર છે,
નથી તારી પાસે રાતી પાઈ, તોય બને સફળ તારા કામ,
આસ્થા થકી જ આ ઝળહળતું તારું મુકદર છે,
વેદનાઓને રજૂ કરે છે તું ઈશ્વર પાસે,
એટલે જ દર્દ તારા બધા છૂમંતર છે,
જીવન નૌકાની પતવાર ઈશ્વરને હાથ છે,
એટલે જ તોફાનમાં નાવ તારી સધ્ધર છે,
પાનખરમાં ઈશ્વરમાં તે રાખ્યો વિશ્વાસ છે,
આસ્થા થકી જ બની તારી જિંદગી ગુલઝાર છે.
