STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy

4  

ચૈતન્ય જોષી

Tragedy

જિંદગી અમે

જિંદગી અમે

1 min
355

વેદનાઓ સહીસહીને વીતાવી જિંદગી અમે

ના કોઈને કહીકહીને વીતાવી જિંદગી અમે.


મદદ કરનારા પણ નીકળ્યા સ્વાર્થસાધકને,

અશ્રુ નૈને ભરીભરીને વીતાવી જિંદગી અમે.


સ્થિર રહી પાંગરવાનું ક્યાં ભાગ્ય અમારું !

ભટક્યા અહીંતહીંને વીતાવી જિંદગી અમે.


જીવવાની ન હતી કિસ્મત અમારી લખેલી ને,

આશ્વસન લઈલઈને વીતાવી જિંદગી અમે.


મળ્યું અમને એ કે જેને હતા ધિક્કારતા સદા,

ઈપ્સિતને ચહીચહીને વીતાવી જિંદગી અમે.


ગુમાવ્યાનાં પાસે રહ્યા બળવત્તર અમે હંમેશ,

મેળવ્યામાં નહીંનહીંને વીતાવી જિંદગી અમે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy