STORYMIRROR

Ashish Parmar

Inspirational

2  

Ashish Parmar

Inspirational

જીવવાનું તો રહી જ ગયું મિત્રો

જીવવાનું તો રહી જ ગયું મિત્રો

1 min
13.7K


ખુદની સાથે મળવાનું બાકી રહી ગયું,
ભીતર તરફ વળવાનું બાકી રહી ગયું!

ટીકા કરતો રહ્યો હું હંમેશા અન્યની,
અને ખુદને પરખવાનું બાકી રહી ગયું !

દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યો સદા,
નિકટના સાથે ભળવાનું બાકી રહી ગયું!

કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા,
અને, ઈશ્વરને ઓળખાવાનું બાકી રહી ગયું!

ગણ્યા કર્યા પેલા મુઠ્ઠીભર સિક્કા વ્યર્થ,
અને પેલું સુખ ગણવાનું બાકી રહી ગયું !

બે થોથા ભણી લીધા ને હુંશિયાર થઇ ગયો,
પણ, જ્ઞાન સમજવાનું બાકી રહી ગયું !

ઝપાટાભેર વહી રહી આ જિંદગી અને સાલું,
આ જીવવાનું તો બાકી રહી ગયું !?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational