આવવું પડશે.
આવવું પડશે.
1 min
352
ટ્રુ-કોલરથી કોન્ટેક્ટ નંબર કદાચ તું શોધી શકીશ,..
કોફી પી ને વાત કરવા તો રૂબરૂ આવવું પડશે.
ગુગલ મેપમાં માં લોકેશન મારું જોઈ શકીશ,
પણ ખભે રાખવા હાથ, ટાઈમ કાઢી આવવું પડશે.
ઇનસ્ટાગ્રામ પર સ્ટોરી મારી રોજ રોજ જોઈ શકીશ,
લાગણી જોવા તો મારી સામે જ આવવું પડશે.
વોટ્સએપ પર ઈમોજીસથી હસી રડી શકીશ,
પણ આંસુ લુછવા તો રૂમાલ લઈ આવવું પડશે.
ફેસબુક માં ફોટોને લાઈક-કોમેન્ટ કરી શકીશ,
પણ પીઠ મારી થાબડવા તો પાસે આવવું પડશે.
ઝૂમ પર કલાકો સુધી વિડીઓ કોલ કરી શકીશ,
પણ ગળે મળવા તો દોસ્ત રૂબરૂ જ આવવું પડશે.
