જીવતા નથી આવડતું
જીવતા નથી આવડતું
જીવન બહુ સારું છે પણ મને જીવતા નથી આવડતું,
બધી વસ્તુમાં કઈક બનવું છે પણ મને વાપરતા નથી આવડતું,
જીવન બહુ સુંદર છે પણ મને સજતા નથી આવડતું,
જીવન બહુ યાદગાર છે પણ મને ભૂલતા નથી આવડતું,
જીવન બહુ મનગમતું છે પણ મને ગમતા નથી આવડતું,
જીવન બહુ પ્રેમાળ છે પણ મને પામતા નથી આવડતું,
જીવન બહુ મોહિત છે પણ મને મોહતા નથી આવડતું,
જીવન બહુ અનોખું છે પણ મને અલગ પાડતા નથી આવડતું.

