Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Inspirational

3  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

જીવનનો જંગ

જીવનનો જંગ

1 min
175


જીવનનો મોટો જંગ ખેલી રહ્યો છું,

પરિવાર જનોથી ઘેરાઈ રહ્યો છું,

સૌના દિલ પ્રેમથી જીતવા છે મારે, 

સ્નેહનો ધોધ હું વહાવી રહ્યો છું.


સુખ દુઃખનો સામનો કરી રહ્યો છું,

માર્ગના અવરોધોને તોડી રહ્યો છું,

મુસીબતોનો સામનો કરવો છે મારે,

વિચારીને પગલું હું ભરી રહ્યો છું.


સ્વાર્થીઓથી સાવધાન બની રહ્યો છું,

સાચા સ્નેહીજનોને શોધી રહ્યો છું,

ચહેરાઓ અનેક આવ્યા છે જંગમાં,

તેને ઓળખવા પ્રયત્ન હું કરી રહ્યો છું.


કપટની આ દુનિયાને સમજી ગયો છું,

છળ કપટથી દૂર રહેવા મથી રહ્યો છું,

નિર્મળ બનીને જીવન જીવવું છે મારે,

મોહ માયાનો ત્યાગ હું કરી રહ્યો છું.


મન ઉપર કાબૂ હું મેળવી ચૂક્યો છું,

સેવા અને ધર્મને અપનાવી રહ્યો છું,

માનવતાની ધારા વહાવવા "મુરલી",

મારા જન્મને સફળ હું કરી રહ્યો છું. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational