જીવનની સુંદરતા
જીવનની સુંદરતા


જીવન કદાચ એટલે જ સુંદર છે,
કારણકે એમાં મુશ્કેલીઓ છે,
પરેશાનીઓ છે, બાધાઓ છે,
રુકાવટો છે, યાતનાઓ છે,
અડચણો છે, અભાવો છે,
વિઘ્નો છે, વિટંબણાઓ છે,
તેમજ આ બધામાંથી હેમખેમ
બહાર આવવાની સતત મથામણો છે,
અને આ બધાથી ઉપર
હરરોજ એક નવલા પ્રભાતે,
જીવનને પુન: આગળ ધપાવ્યે જવાનો
એક પ્રબળ ને પ્રત્યગ્ ઈરાદો છે...