STORYMIRROR

KALSARIYA PRAKASH N.

Inspirational Others

4  

KALSARIYA PRAKASH N.

Inspirational Others

જીવનમાં

જીવનમાં

1 min
276

આશ જીવનમાં, પ્રકાશ જીવનમાં

શિક્ષક થકી જ અજવાસ જીવનમાં,


શિક્ષણ વિના તો અંધકાર જીવનમાં

ઈશ્વર રૂપે શિક્ષક, સાક્ષાત જીવનમાં,


જીવનના સંઘર્ષોમાં હારવા ન દે કદી,

એ છે અંત સુધીનો સહકાર જીવનમાં,


કડક મનોવલણ અને પ્રેમાળ હૃદય

એમનાથી સપના સાકાર જીવનમાં,


ઠપકો બની મારે, તો પ્રેમ બની લાડ લડાવે

વિચારોને આપે છે એ આકાર જીવનમાં,


સદગુણ, સાદગી, શિસ્તતા એ શિક્ષક

અજબ કંઈક નાતો અને પ્યાર જીવનમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational