જીવનમાં
જીવનમાં
જીવનની ઘટમાળમાં,
ઘણાં વિકલ્પો સર્જાયા,
અંતર-મનની યાત્રામાં,
પુલકિત બની છવાઈ ગયાં,
સૌંદર્યની લાલિમામાં,
પડઘા યૌવનનાં દેખાયાં,
આભાસી ચમકારા આયનામાં,
ડૂસકું બની બેઠાં મારી આંખોમાં,
કેમ નાં પૂછ્યું ? કેમ આ લાલિમા ?
અનરાધાર વરસી પડ્યાં અંતરમાં,
આ ઘટમાળ તો આવી જીવનમાં,
નિતાંત સૌંદર્યની લાલિમામાં બની જીવનમાં,
શું કરવી સૌંદર્યની વ્યાખ્યા ?
"સખી" આંસુ મઢેલો ચહેરો જોયો જીવનમાં.
