જીવનમાં બધાં જ રસનો આસ્વાદ
જીવનમાં બધાં જ રસનો આસ્વાદ


જીવનમાં બધાં જ રસનો આસ્વાદ જોઈએ
પરંતુ એ સપ્રમાણ જ હોવું જોઈએ,
જેમ રસોઈમાં બધાં મસાલા જોઈએ
પરંતુ નિશ્ચિત માત્રામાં જ ઉમેરવા આવે,
એવું જ જીવનનું પણ છે....
કેટલું બોલવું, ક્યાં બોલવું એનો વિવેક જોઈએ,
ક્યારેક જીવનમાં ખાટાં- મીઠાં અનુભવો
તો વળી ક્યારેક કડવા અનુભવો થવા જોઈએ,
જમ્યા પછી મુખવાસ ખાઈને મોંનો સ્વાદ સરખો કરીએ છીએ
એમ જ, જિંદગીને સમતોલ રાખવા માટે
થોડાંક કડવાં ઘૂંટ અપમાનનાં પીવા જોઈએ.