STORYMIRROR

Bhakti Khatri

Romance

4  

Bhakti Khatri

Romance

જીવનભર

જીવનભર

1 min
316

આ હૃદય જીવનભર ફકત તારો સાથ ઈચ્છે છે,

ગુસ્સામાં ક્યારેક કડવી વાતો બોલાય જાય એની માફી ઈચ્છે છે.


આ હૃદય હમેશાં તારો નિસ્વાર્થ પ્રેમ અને અનહદ લાગણી ઈચ્છે છે,

ગુસ્સામાં તારી નબળાઈઓ બતાવાય જાય તો માફી ઈચ્છે છે.


આ હૃદય હમેશાં ફકત તારા સાથ વિતાવેલી પળો સંગ્રહ કરવા ઈચ્છે છે,

ગુસ્સામાં ક્યારેક તારી ભૂલો બતાવાય જાય એની માફી ઈચ્છે છે.


આ હૃદય હમેશાં તારા મુજ પર વિશ્વાસનો આભારી રહેવા ઈચ્છે છે,

ગુસ્સામાં ક્યારેક તારાથી નારાજ થવાય તો એની માફી ઈચ્છે છે.


આ હૃદય હમેશાં તને જીવનનો આનંદ માણતો જોવા ઈચ્છે છે,

ગુસ્સામાં એમાં ક્યારેક એ કિમતી ક્ષણ છીનવ્યાની માફી ઈચ્છે છે.


આ હૃદય હમેશાં તારા બધા નિર્ણયો ને ખરા સાબિત કરવા ઈચ્છે છે,

ગુસ્સામાં કોઈ નિર્ણય પર સવાલ થાય તો માફી ઈચ્છે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance