STORYMIRROR

Drsatyam Barot

Inspirational

4  

Drsatyam Barot

Inspirational

જીવનારી હોય છે

જીવનારી હોય છે

1 min
29.1K


જિંદગીનો જેમને આ બોજ ભારી હોય છે,

એમને તો જિંદગી ડૂબાડનારી હોય છે.


દાખવો ના માનવતા હદથી વધારે એટલી,

માણસાઈ ખૂબ દર્દો આપનારી હોય છે.


કોણ કોના ભાગનું ખાતું કમાતું હોય છે,

ભાગ્યની વાતો બધી રોજે ઠગારી હોય છે.


વાત વાતે વાત કરતાં હોય જે મરવા તણી,

એમને સંજીવની પણ મારનારી હોય છે.


સામનો જેણે કર્યો છે મોતનો ખુલ્લા દિલે,

રોજ એની જિંદગાની જીવનારી હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational