જીવન નથી
જીવન નથી
મળ્યા તો મળી લેવાય પછી કોઈ મળતું નથી,
જડે તો શોધી લેવાય પછી કોઈ જડતું નથી,
આપે તો લઈ લેવાય પછી કોઈ આપતું નથી
માંગે તો આપી દેવાય પછી ક્યાંય માંગ નથી,
રહે તો રાખી દેવાય પછી ક્યાંય સ્થાન નથી
ઓળખે તો ઓળખાવી દેવાય પછી ક્યાંય પરિચય નથી,
ગમે તો ગમાડી લેવાય પછી કોઈ ગમતું નથી
જાણે તો જણાવી દેવાય પછી ક્યાંય જાણકારી નથી,
જીવે તો જીવાડી દેવાય પછી ક્યાંય જીવન નથી.

