STORYMIRROR

Jn Patel

Inspirational

4  

Jn Patel

Inspirational

જીવન જંગ

જીવન જંગ

1 min
362

લડીશું જંગ આજે તો ધનંજય ખાસ લાવ્યો છું,

લે આ ધબકાર ને તારા જ કામે શ્વાસ લાવ્યો છું.


છે દુર્લભ જ્યાં જનમ, ત્યાં વેદનો વિશ્વાસ લાવ્યો છું,

હ્રદયમાં રામ બેઠો, એ સમજનો પાસ લાવ્યો છું.


જવાના કેમ આ દિવસો વિયોગ તણા હવે મારા.!

કહીદે રામ-સીતા જેટલો વનવાસ લાવ્યો છું.


જો ફુંકાશે એ રણશીંગા, હણીશું દુશ્મનો આજે,

મહાભારત ભણેલા યુદ્ધ વીરો ખાસ લાવ્યો છું.


હણાશે આજ આંતરિક ને બહારી વિશ્વના શત્રુ,

જો યોગેશ્વર તણી ગીતા ભણેલી આસ લાવ્યો છું.


રહે ના કોઇ ખૂણો આજ બાકી તારા વિચારોથી,

સુદામાંના સહિત નરસિંહ જેવા દાસ લાવ્યો છું.


"જગત" આખું હવે લાગ્યું છે સૌને આમ ચાહવા જેવું,

છે એવી પ્રેમ કેરી, આજ એ દરખાસ લાવ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational