જીવન એક જંગ છે
જીવન એક જંગ છે
થવા દે જિંદગીમાં જે થતું હોય તે
જીવન તો એક જંગ છે,
શા માટે ડરે તું ? તારે હૈયે અપાર હિંમત સંગ છે.
ક્યાંક સુખની ઝરમર તો ક્યાંક દુઃખનો ધોધમાર વરસાદ
અજબ એના રંગ છે,
જીવન તો એક જંગ છે.
ક્યારેક ગમતું ગુમાવવું પડે
વણમાગ્યું મળી જાય.
ગુમાવવું ને મેળવવું એના અંગ છે
જીવન એક જંગ છે.
ક્યારેક હોઠ પર હાસ્યનો શણગાર
તો ક્યારેક આંખમાં અશ્રુઓનો દરબાર
નિત નવા એના ઢંગ છે.
જીવન એક જંગ છે.
જોઈ જીવનના બદલાતા રંગ
માનવી બધા છે દંગ છે
જીવન એક જંગ છે,
સમજી જીવનની આંટી ઘૂંટી
ચાલવું સમયની ચાલ મુજબ
એજ જીવનનો સાચો રંગ છે.
જીવન એક જંગ છે.
