STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama

4  

ચૈતન્ય જોષી

Drama

જીવે છે તરુવર

જીવે છે તરુવર

1 min
352

જીવે છે તરુવર સદા પરોપકાર કરીને.

જીવે છે તરુવર એકે હજાર એ બનીને.


પત્ર, પુષ્પ, ફળ, મૂળ, કાષ્ટ ઉપયોગી, 

જીવે છે તરુવર છાંયડો કેવો એ ધરીને.


પૂરે છે પ્રાણવાયુ પ્રત્યેકમાં પ્રતિપહોરે,

જીવે છે તરુવર અંગાર સઘળે હરીને. 


રક્ષે પર્યાવરણને તાજગી અર્પી સદા,

જીવે છે તરુવર તાજી હવાને ભરીને. 


સમજી લો મૂકસેવક ૠતુઓને સહે, 

જીવે છે તરુવર પયગામને પ્રસારીને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama