જીંદગી રૂડું ગીત
જીંદગી રૂડું ગીત
વહાવો સ્મિત, મેળવો સ્મિત
હળવાશની છે આ રૂડી રીત.
ચાલશે, ફાવશે ને ગમશે પણ
જીવતરનો છે આ મોટી જીત.
સાંભળજો આ સંવાદ હંમેશા
કહેશો ના પછી સાંભળે ભીંત.
વિવાદ કાયમ દુઃખનું કારણ છે
માટે અપનાવો સમાધાન નિત.
ગાવાનું સંગ સંગ રાખો તમે તો
જીંદગીથી રૂડું છે કોઇપણ ગીત?
