Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vipul Borisa

Inspirational Tragedy

3  

Vipul Borisa

Inspirational Tragedy

જીંદાદિલી

જીંદાદિલી

1 min
392


બીજાનાં આનંદમાં હવે હસી લઉ છું.

જીવન મળે ત્યાં જીવી લઉ છું.


દિવસ આખો પીગળતો રહુ છું, સૂર્યની સાથે

રાતે એની યાદોમાં ઠરી લઉ છું..

જીવન મળે ત્યાં જીવી લઉ છું..


આમ તો રહુ છું, મેહફિલોમાં બધાને સંગ

એકાંતમાં ખુદને પણ મળી લઉ છું..

જીવન મળે ત્યાં જીવી લઉ છું..


પાપ અને પુણ્યથી પર છું હવે,

ક્યારેક ખોટુ પણ કરી લઉ છું..

જીવન મળે ત્યાં જીવી લઉ છું..


હસતો રહુ છું, દુનિયા સામે

આઈના સામે રડી લઉ છું..

જીવન મળે ત્યાં જીવી લઉ છું..


છે ઝખ્મ દિલ પર તો ઘણા, "ઘાયલ"

સમય મળે તો થોડા સીવી લઉ છું..

જીવન મળે ત્યાં જીવી લઉ છું.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational